રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરનાર તમામ દોષીતો સામે કડક કાર્યવાહીની માંગણી

0
75
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા રાજસ્થાનમાં તાજેતરમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઘરમાં ઘુસીને ગોળી ધરબી ક્રૂર હત્યા કરવાના બનાવથી દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવના વિરોધમાં આજે મોરબી રાજપૂત કરણી સેના નેજા હેઠળ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ તથા હિન્દૂ યુવા વાહીનીએ કલેકટરને આવેદન આપી આ હત્યાના બનાવમાં તમામ દોષીતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

મોરબી રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ રાજપૂત સમાજના મોટી સંખ્યામાં લોકોએ તેમજ હિન્દૂ યુવા વાહીનીએ કલેકટરને આવેદન આપી તાજેતરમાં રાજસ્થાનમાં રહેતા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘુસીને ફાયરીગ કરીને હત્યા કરવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આ હત્યાના બનાવમાં રાજકારણના દોરીસંચારને જવાબદાર ઠેરવી જેલમાં બેઠા બેઠા સોપારી આપી ભાડૂતી હત્યારા મારફત હત્યા કરાઈ હોવાનું તેમજ તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હોવા છતાં ન મળ્યું હોય હત્યા થઈ હોવાનું જણાવી આ બનાવની તટસ્થ તપાસ કરી આ બનાવ પાછળ જે જે દોષિત હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમ છતાં પણ યોગ્ય ન્યાય ન મળે તો રાજપૂત સમાજનો રોષ આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે તેવી ચીમકી આપી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/