મોરબી : હાલ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ ગઇકાલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેઓએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાને લેખિતમાં જાણ કરી છે.
રામજી રૂપાભાઇ રબારીએ રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપે છે. તેઓએ અરજી કરી છે કે તેમને તાત્કાલિક આ જવાબદારીમાંથી મુકિત આપવામાં આવે. મોરબી નગરપાલિકાની ચૂંટણીના પરિણામની નૈતિક જવાબદારી તેમની છે. જેને લઇને તેમને આ રાજીનામું આપ્યું છે.
આ વેળાએ મોરબી શહેર પ્રમુખના કાર્યકાળ દરમ્યાન તેમને જે કોંગ્રેસ કાર્યકર્તા, આગેવાનો, શુભેચ્છકોએ સાથ સહકાર આપેલ છે, તે તમામનો આભાર માન્યો છે. આ રાજીનામું આપવાનો નિર્ણય તેમનો સ્વતંત્ર નિર્ણય છે. કોંગ્રેસ પક્ષની વિચાર ધારા સાથે તેઓ જોડાયેલો છે અને ભવિષ્યમાં પણ પ્રજાના કામ કરવામાં સતત સક્રિય રહેશે, તેવું પણ તેમણે જણાવ્યું છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
હરબટીયાળી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...