રાતાવીરડામાં પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મૃત્યુ

0
181
/

વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે પર રાતાવિરડા ગામમાં આવેલ એક સિરામિક યુનિટમાં પાણીની કુંડીમાં પડી જતા પાંચ વર્ષીય બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામમાં આવેલ એક સિરામિક યુનીટમાં પાણીની કુંડીમાં 5 વર્ષીય પ્રાચીબેન રાજેન્દ્રભાઈ ગાયકવાડ પડી ગઈ હતી. જેથી, તેમાં ડૂબી જવાથી બાળકીનું મૃત્યુ નીપજ્યું થયું હતું. બાદમાં તેના મૃતદેહને પી.એમ. માટે મોરબીની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનએ કાગળિયા વાંકાનેર તાલુકા પોલીસને મોકલ્યા હતા. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(રિપોર્ટ: હરદેવસિંહ ઝાલા)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/