મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાહન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ઇજા થઇ હતી. જેથી, યુવકને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાંકાનેર હાઇવે પર પ્રેમજીનગર ગામે રહેતા જીતેન્દ્ર મોહનભાઈ વોરા (ઉ.વ. 23) યુવાન બાઈક પર સવાર હતો. ત્યારે લાલપર નજીક તેનું બાઇકનું અન્ય વાહન સાથે અકસ્માત થયો હતો. જેમાં જીતેન્દ્રને ઈજા પહોંચતા તેને મોરબીની સિવિલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બાદમાં પ્રાથમિક સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે થયો રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ અકસ્માતમાં ઇજા પામેલ યુવકના કાનમાં હેન્ડસ ફ્રી ભરાવેલી હોવાથી અકસ્માત થયો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide