પ્રદેશ ભાજપના હોદેદારો જયંતીભાઈ કવાડિયા-વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો

0
55
/

તાજેતરમાં પ્રદેશ ભાજપ સંગઠનની રચના કરવામાં આવી હોય જેમાં વિવિધ હોદેદારોને નવી જવાબદારી સોપવામાં આવી છે જે પ્રદેશ સંગઠનમાં જયંતીભાઈ કવાડિયા અને વિનોદભાઈ ચાવડાને સ્થાન મળતા આજે મોરબી ખાતે સન્માન સમારોહ યોજાયો હતો

રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા પ્રદેશ ઉપપ્રમુખ અને સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રદેશ મહામંત્રી તરીકે વરણી થતા મોરબી જીલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો જે સમારોહમાં મોરબી જીલ્લા ભાજપની પૂર્વ ટીમ તેમજ વિવિધ સમાજ આગેવાનોએ ઉપસ્થિત રહીને હોદેદારોને સન્માનિત કર્યા હતા અભિવાદન સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ઉપરાંત ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા, જીજ્ઞેશ કૈલા, પૂર્વ ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, અજ્ય લોરિયા, રવિ સનાવડા, ઉદ્યોગપતિ કિરીટ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/