મોરબી આલાપ પાર્ક ખાતે ધારાસભ્ય અને જીલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો

0
92
/

તાજેતરમા આલાપ પાર્ક – મોરબી ખાતે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી દુર્લભજીભાઈ દેથરીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો

રવાપર રોડ ખાતે આવેલ આલાપ પાર્ક સોસાયટી, પટેલનગર,ખોડિયાર નગર સોસાયટી દ્વારા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા, યુવા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો કરી મોરબીને નંદનવન બનાવાશે બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા સાંઈઠ દિવસોમાં મત વિસ્તારોનો પ્રવાસ કરી સૌનો ઋણ સ્વીકાર કરેલ છે અને બે માસના ગાળામાં 150 કરોડના કામો જેમકે ગ્રામ્ય વિસ્તારના 30 રસ્તાઓ, મોરબી સિટીના 110 એકસો દશ જેટલા રોડ રસ્તાના કામો અને પીવાના પાણીની યોજનાના ટેન્ડરો વગેરે મંજુર કરાવેલ છે અને આગામી દિવસોમાં શક્ય એટલા તમામ પ્રયત્નો કરી મોરબી અને માળિયા વિસ્તારના તમામ પ્રશ્નો હલ કરવાની ખાત્રી પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/