પંચમહાલ: ગોધરાથી સુરત પરત આવી રહેલા શ્રમજીવીઓની ખાનગી ટ્રાવેલ્સ અકસ્માતે પલ્ટી

0
27
/

પંચમહાલ: વતન ગોધરાથી સુરત પરત આવી રહેલા શ્રમજીવીઓને અકસ્માત નડ્યો. ગોધરાના પરવડી બાયપાસ પાસે અકસ્માત થયો. શ્રમજીવીઓને ઉત્તરપ્રદેશથી સુરત લઈ જઈ રહેલા ખાનગી ટ્રાવેલ્સ ગોધરાના પરવડી બાયપાસ પર પલટી ગઈ હતી

ટ્રાવેલ્સના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો. ટ્રાવેલ્સમાં સવાર 35 શ્રમજીવીઓને સામાન્ય ઇજા જ્યારે 7 શ્રમજીવીઓને ગંભીર ઇજા પહોંચી છે.

તમામ 35 ઈજાગ્રસ્તને સારવાર માટે ગોધરા સિવિલ અને અન્ય 7 ઇજાગ્રસ્તને વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/