મોરબી : વિગત મુજબ મોરબી નગરપાલિકા સંચાલિત સિટી બસ ફરીથી શરૂ થઈ છે. તમામ બસો શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દોડવા લાગી છે. વધુને વધુ લોકો પણ સિટી બસનો લાભ લેવા લાગ્યા છે. જો કે આ સિટી બસો શરૂ કરી ત્યારે રૂટ નક્કી ન હતા પણ હવે સિટી બસના તમામ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
મોરબી સિટી બસ સેવા નક્કી થયેલા રૂટ મુજબ સિટી બસ નંબર 1 ગાંધીચોકથી લજાઈ સુધી સવારથી સાંજ સુધી 6 જેટલા આવન જાવનના ફેરા કરશે. ગાંધીચોકથી લજાઈ સુધીમાં ત્રણ બસ દોડી રહી છે. બીજી બસ પણ લજાઇ સુધી જશે. ત્રણ બસ લજાઈ સુધી મૂકીને ગાંધીચોકથી નવા ગામ સુધી એક બસ દોડી રહી છે. ગાંધીચોકથી એક બસ રફાળેશ્વર સુધી મૂકવામાં આવી છે. આ બસના છ જેટલા ફેરા કરશે. ગાંધીચોકથી ધરમપુર ગામ સુધી નવ નંબરની બસ મુકવામાં આવી છે. ગાંધીચોકથી ઘુંનડા-રવાપર રોડ પર એક બસ દોડવામાં આવી છે. આ રીતે 9 જેટલી સિટી બસ પણ કાર્યરત છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide