મિતાણા નજીક ફેકટરીમાં મધ્યરાત્રીએ આગની ઘટના

0
28
/

મોરબી : સમાચાર મુજબ ટંકારા તાલુકાના મિતાણા નજીક વાંકાનેર – વલાસણ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના એક ફેકટરીમાં આગ લગતા મોરબી ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ બુઝાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મધ્યરાત્રીના મોરબી ફાયર કંટ્રોલરૂમને મીતાણા ચોકડી પાસે વાંકાનેર વાલાસણ રોડ ઉપર આવેલ મેગા વિનીલ્સ એલએલપી કંપનીમાં આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ફેકટરીમાં ઓઈલમાં આગ લાગેલ હોવાથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો પાણી સાથે ફોર્મ (કેમિકલ) મિક્સ કરી ફાયર ફાઈટિંગ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને વધારાની ઓઇલ ટેંકમાં આગ લગતા અટકાવી દીધી હતી આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થયેલ ન હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/