એસટી કર્મચારી મંડળના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો કલીપ વાઇરલ થતા ફોજદારી ફરિયાદ

1
189
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી રહેતા પ્રમુખ વિરુદ્ધ ભડકાઉ ભાષણવાળી ઓડિયો ક્લિપને કારણે સુલેહ શાંતિ ભંગ થાય તેવી ભીતિ

મોરબી : મોરબી ખાતે રહેતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારી યુનિયન પ્રમુખ વિરુદ્ધ કોઈ એસટી કર્મચારી દ્વારા ભડકાઉ ઓડિયો કલીપ વાઇરલ કરાતા આ મામલે કર્મચારી મંડળ પ્રમુખે જિલ્લા પોલીસવડા મોરબી અને રાજકોટને ફરિયાદ કરી આ શખ્સને તાત્કાલિક ઝડપી પાડવા માંગણી કરી છે.

મોરબી ખાતે રહેતા અને રાજકોટ વિભાગીય એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા દ્વારા જિલ્લા પોલીસવડા મોરબી અને રાજકોટને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે તેઓ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાના સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં કર્મચારી મંડળના રાજકોટ
વિભાગના પ્રમુખ છે, છેલ્લા પંદર દીવસથી સમગ્ર એસ.ટી. કર્મચારીના ગુજરાત રાજયના એસોશિએશન દ્વારા અમારી માંગણીઓ સંતોષવા માટે હડતાલો રાખેલ હતી જે હડતાલો અમારા સાતમાં પગાર પંચ અને હંગામી કર્મચારીઓના વેતન વધારા માટેની હતી જેમાં અમારા ગુજરાત રાજયના એશોસીએશનએ સમાધાન થતા સમગ્ર ગુજરાત રાજયના પ્રમુખોએ આ હડતાલ પરત ખેંચી લીધેલ હતી અને રાબેતા મુજબ
એસ.ટી.ડિપાર્ટમેન્ટનું સંચાલન શરૂ થઈ ગયેલ હતું.

ઉપરોક્ત બાબતે આમ જનતાની હાલાકી અને સરકાર સાથેની સમાધાનકારી વાતચીતોના અંતે આ સુખરૂપ સમાધાન થયેલ હતું તેવા સંજોગોમાં મને ગઈ તા.પ/૩/૧૯ ના રોજ અમારા એસ.ટી.ના કર્મચારી દ્વારા કે જેના મો.નં. ૯૮૨૫૧-૩૫૦૮૦માંથી બે ઓડીયો કલીપ મોકલવામાં આવેલ અને મને ફોનથી પણ જાણ કરવામાં આવેલ કે એસ.ટી.નો આ કોઈ કર્મચારી તમારા વિશે ખરાબ શબ્દો બોલે છે અને તેને એક ઓડીયો કલીપ ઘણાબધા ગુજરાતના કર્મચારીઓ અને પ્રમુખોને મોકલેલ છે જેમાં તે મને ગાળો આપે છે અને અસહય મારા કુટુંબના સભ્યો વિશે ગે૨શબ્દો બોલી રહયો છે અને આ જે સામાજીક સલામતી તથા કર્મચારીના પ્રશ્નો અને આમ જનતાની હાલાકી જે સમાધાનથી દુર થયેલ છે તે બગાડવા માટે આમ જનતાને અને કર્મચારીઓને ઉશ્કેરી રહયો છે અને જેનાથી આખા ગુજરાત રાજયને એસ.ટી. ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ઉશ્કેરાય અને સામાજીક સુલેહ શાંતી જોખમાય અને ગુજરાતના નાગરીકો અને સરકાર એસ.ટી. ડિપાર્ટમેન્ટના કારણે સામસામી આવી જાય અને હુલ્લડો થાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થાય તેવી ઓડીયો કલીપ વાયરલ કરી ગુજરાતની સુલેહ શાંતી જોખમાય તેવી પ્રવૃતી કરી રહયો છે.

આ સંજોગોમાં ઓડિયો કલીપ વાઇરલ કરનાર શખ્સ વિરુદ્ધ તાકીદે પગલાં ભરવા લેખિત રજુઆત કરી એસટી કર્મચારી મંડળના રાજકોટ વિભાગીય પ્રમુખ દ્વારા ગૃહ વિભાગ ગાંધીનગરને પણ સમગ્ર બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.