ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં મોરબી જીલ્લો બીજા ક્રમે : 85.36 ટકા પરિણામ

0
50
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રીપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: તાજેતરના માર્ચ-2022 માં લેવામાં આવેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ગઈકાલે તા. 12 મે 2022 ના રોજ પરિણામ જાહેર થયેલ છે. આ જાહેર થયેલ પરિણામમાં સમગ્ર રાજયનું 72.02 ટકા પરિણામ આવેલ છે જ્યારે મોરબી જીલ્લો 85.36 ટકા પરિણામ સાથે સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવેલ છે જે સમગ્ર મોરબી જીલ્લા માટે ગૌરવ છે.

માર્ચ-2022 માં લેવાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે મોરબી જીલ્લામાં કુલ 1451 પરીક્ષાર્થીઓ બેઠા હતાં જેમાંથી 1448 પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપેલ હતી જે પૈકી 1236 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. મોરબી જીલ્લાએ 85.36 ટકા પરિણામ હાંસિલ કરેલ છે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલ પરિણામ અનુસાર હળવદ તાલુકામાં 377 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 341 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા 90.45 ટકા પરિણામ આવેલ છે.  મોરબી તાલુકામાં 923 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 760 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા 82.34 ટકા પરિણામ આવેલ છે જયારે વાંકાનેર તાલુકામાં 148 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 135 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા 91.22 ટકા પરિણામ આવેલ છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/