ધ્રાંગધ્રામા છેતરપિંડી કેસમાં ૧૨ લાખની રોકડ સાથે આરોપીઓ ઝડપાયા, કાર સહિતનો મુદામાલ જપ્ત

0
55
/
/
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ ધ્રાંગધ્રા શહેરમાં છેતરપીંડી આચરી પાંચ ઈસમો ઇકો કારમાં બેસી ફરાર થયા હોય જે આરોપીઓને હળવદ પોલીસે હળવદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઈને ૧૨ લાખની રોકડ અને બે કાર સહિતનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન ધ્રાંગધ્રા શહેરમાં છેતરપીંડી કરીને ભાગેલ ઈસમો હળવદ ત્રણ રસ્તા પાસેથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી જેથી પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને કાર પસાર થતા કારણે આંતરી લીધી હતી જેમાં સવાર આરોપીઓ રણજીતસિંહ બળવંતસિંહ વાઘેલા, હુશેન અબ્દુલ શેખ, બાબુભાઈ હરસુલભાઈ નાગલા, અબ્દુલ ઈબ્રાહીમ જુગાડીયા અને ભરત નારણ કણઝરીયા રહે મોરબી વાળાને હળવદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધા હતા

જે આરોપીઓ પાસેથી છેતરપીંડીમાં ગયેલ રોકડ રૂ ૧૨ લાખ અને ઇકો કાર જીજે ૦૩ એચએ ૧૯૮૫ અને સ્વીફ્ટ કાર જીજે ૦૩ બીજી ૯૮૩૭ સહિતનો મુદામાલ રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને ધ્રાંગધ્રા પોલીસને સોપવામાં આવ્યા છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner