સુરતનું બમરોલી ગામ સ્વયંભૂ લોક ડાઉન, બહારના લોકો માટે પ્રવેશવા પર પ્રતિબંધ

0
55
/

સુરતઃ સુરતના બમરોલી ગામમાં લોકો સ્વયંભૂરૂપથી જાગૃત થયા છે. તેઓએ ગામના જ લોકોને ગામની બહાર જવા તેમજ બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગામની બહાર જતા તમામ રસ્તાઓ ગામના જ લોકોએ બંધ કરી દીધા છે. અને લોકોને ઘરની અંદર જ રહેવા અપીલ કરી છે.

ગામ સજ્જડ લોક ડાઉન

કોરોના વાઈરસને લઈને સુરતને લોક ડાઉન કરવામાં આવ્યું છે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ સોમવારે સુરતના કેટલાક વિસ્તારોમાં લોકો જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા પડાપડી કરી હતી. આ બધા વચ્ચે સુરતનો બમરોલી ગામના છે કે જ્યાં ગામના લોકો સ્વયંભૂ જાગૃત થયા છે

ગામના યુવકોએ પ્રવેશ બંધ કર્યા

ગામના યુવાનો આજે એકઠા થયા હતા અને ગામની અંદર આવતા તેમજ બહાર જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા અ સાથે જ તમામ ગામવાસીઓને ઘરની અંદર જ રહેવા સુચના આપી દીધી હતી ઉલ્લેખ્નીય છે કે ગામવાસીઓનો આ નિર્ણય સરાહનીય છે એક તરફ તંત્ર લોકોને અપીલ કરે છે કે લોકો ઘરમાં રહે જેથી કોરોના જેવી બીમારીનો ભોગ ન બને ત્યારે લોકોમાં ધીરે ધીરે જાગૃતતા આવી રહી છે સાથે જ લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે લોકો પોતાના જ ઘરમાં રહે અને બિનજરૂરી કામે ઘરની બહાર નીકળવાનું ટાળે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/