સુરત: દિવાળી દ્વાર પર છતાં બારડોલીના બજારો હજી ઠંડા

0
33
/

સુરત: હાલ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતાં બારડોલી નગરના બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. દરવર્ષે દીવાળીના તહેવારની આગાઉ બજારો ગ્રાહકોથી ધમધમતા થાય છે પરંતુ ચાલુ વર્ષે બારડોલીના બજારમાં હજી ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે જોકે વેપારીઓ આવતા અઠવાડિયે બજારમાં ગ્રાહાકિ નીકળશે એવી આશા સેવીને બેઠા છે. ચાલુ વર્ષે કોરોના મહામારીનું સંક્રમણ વધુના ફેલાય એ માટે 3 માસથી વધુના સમય માટે સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી અને બજારો પણ બંધ કરાવ્યા હતા જેને લઈ વેપારીઓને મોટું આર્થિક નુકશાન ગયું છે.

તો બીજી તરફ ખાનગી કંપનીઓમાં નોકરી કરતાં ઘણા લોકોને પૂઉરતું વળતર પણ કંપનીઓ દ્વારા ચૂકવાયું ન હતું જેથી લોકો જરૂરિયાતની વસ્તુઓ જ ખરીદી રહ્યા હતા. જોકે હવે ધીધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે બારડોલી નગરના વેપારીઓ પણ દિવાળીમાં શારો ધંધો કરવાની આશા રાખી બેઠા છે અને નાના મોટા તમામ વેપારીઓ દિવાળીની ખરીદી નીકળશે એવા હેતુથી દુકાનોમાં નવા માલની ખરીદી કરી છે. પરંતુ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બચ્યા છે છતાં બજારમાં ગ્રાહકોની ચહલ પહલ જોવા મળતી નથી રવિવારની રાજા હોવા ને લીધે ગ્રાહકો ખરીદી માટે આવવાની આશાએ વેપારીઓએ દુકાનોટો ખુલ્લી રાખી પરંતુ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી પરંતુ વેપારીઓ આવતા સપ્તાહમાં ગ્રાહાકિ નીકળવાની ઉમ્મીદ રાખી બેઠા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/