સુરતના ગોપીપુરામાં બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા પાડોશીઓ ઘર બહાર દોડ્યા !!

0
73
/

સુરત : હાલ ગોપીપુરામાં વહેલી સવારે એક બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા ભયના માહોલ વચ્ચે પાડોશીઓ ઘર બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લગભગ 70-100 વર્ષ જુના મકાનમાં 30 દિવસમાં કાટમાળ પડી જવાની બીજી ઘટના બની હોવાનું પાડોશીઓએ જણાવ્યું છે. વારંવાર બનતી ઘટનાઓને લઈ મકાન ઉતારી પાડવા પાલિકામાં અરજી પણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

વર્ષો જુના લાકડાના મકાનની હાલત જર્જરીત
ધવલ જરીવાલા (પાડોશી) એ જણાવ્યું હતું કે, આજે સવારે લગભગ 6:26 મિનિટે પાડોશીના બંધ મકાનની ગેલેરીનો ભાગ જોરદાર ધડાકા સાથે તૂટી પડતા ધ્રુજારી આવી ગઈ હતી. ડરના મારે આખું પરિવાર ઘર બહાર દોડી આવ્યું હતું. ત્યારબાદ ફાયરને જાણ કરી હતી. ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોએ વર્ષો જુના લાકડાના મકાનની હાલત જોઈ સ્થળ રિપોર્ટ તૈયાર કરી જવાબદાર અધિકારીને આપવા બાંહેધરી આપી હતી. એટલું જ નહીં એક પાડોશી તરીકે તેમના મકાનની સુરક્ષાના ભાગરૂપે તેમણે પાલિકામાં મકાન ઉતારી પાડવાની અરજી પણ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/