સુરેન્દ્રનગર: બાળકી પર ગેંગરેપના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર

0
53
/

સુરેન્દ્રનગર: તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે અનુ.જાતિ વાલ્મીકી સમાજની દિકરી પર ગેંગરેપનો બનાવ બન્યો છે જેનો સમગ્ર દેશમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સુધરાઈ કામદાર સંઘના નેજા હેઠળ આ મામલે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આરોપીઓને ઝડપી પાડી કડક સજા કરવાની માંગ કરી હતી.

આ અંગે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ઉત્તરપ્રદેશના હાથરસ ખાતે અનુ.જાતિ વાલ્મીકી સમાજની દિકરી મનીષા ઉપર આવારા તત્વો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેમાં સર્વણ સમાજના માથાભારે અને આવારા તત્વો દ્વારા દિકરીને ખેતરમાં દુપટ્ટાથી બાંધી ગેંગરેપ કરી તેની જીભને કાપી નાંખી કમરના ભાગે મારીને કમર ભાંગી નાંખવામાં આવી હતી અને સારવાર દરમ્યાન આ દિકરીનું હોસ્પીટલ ખાતે મોત નીપજ્યું છે ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર આરોપીઓ સામે યુપીની સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને આરોપીઓને ઝડપી પાડી ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત રાજ્ય સુધરાઈ કામદાર સંઘ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. આ તકે હિતેષભાઈ બારૈયા, ડી.જે.ચૌહાણ, કે.જી.મકવાણા, એમ.જે.વાઘેલા, સંજયભાઈ વાઘેલા, ડી.સી.વાડોદરા, ગૌતમ મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહેલ હતાં.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/