બાઇકમાં ત્રણ સવારી જતો પરપ્રાંતીય પરિવાર અને બાઈક સવાર સ્થાનિક યુવાન વચ્ચે અકસ્માત
ટંકારા : હાલ રંગોના પર્વ ધુળેટીના દિવસે જ ટંકારા નજીક રોડ અકસ્માત સર્જાતા રોડ ઉપર લોહીના રંગ જોવા મળતા હતા. બે બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી ખીજડિયા તરફ જતા ઘુનડા રોડ ઉપર આજે સાંજે બે બાઈક સામસામા અથડાતા 2 લોકોના મોત નિપજ્યા છે. એક બાઈક ઉપર પરપ્રાંતીય પરિવાર જઈ રહ્યા હતા. જેમાં 2 યુવાન અને એક યુવતી સવાર હતા. જ્યારે બીજા બાઇકમાં એક સ્થાનિક યુવાન જતા હતા. આ બન્ને બાઈક સામસામા અથડાતા પરપ્રાંતિય પરિવારના બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. જ્યારે પરપ્રાંતિય તથા સ્થાનિક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે જાણ થતાં ટંકારા 108ના ડો.રુબિયાબેન અને પાયલોટ રાહુલભાઈએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક સારવાર હાથ ધરી કાર્યવાહી કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide