Breaking: લજાઈ પાસે પાર્કિંગમાં 3 કારમાં આગ લાગ્યાની ઘટના

0
522
/

મોરબી : લજાઈ પાસે પાર્કિંગના પડેલી ત્રણ કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવતી છે. જો કે ફાયબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

લજાઈ પાસે આવેલા કલબ 36 સિનેમાની બાજુમાં આવેલા એક બીજા પાર્કિંગ સ્થળે સાંજના સુમારે કોઈ કારણોસર કિયા કારમાં આગ લાગી હતી. ત્યારબાદ આ આગ બાજુમાં પડેલી ઇનોવા અને ઇકો કારમાં પણ ફેલાઈ હતી. આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર પાણીનો મારો ચલાવી તેઓએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/