ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ મથકમા 2014ના વર્ષમાં રૂ. 50 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેનો એક આરોપી 6 વર્ષથી ફરાર થઇ ગયો હોવાથી તેની પોલીસ શોધખોળ કરી રહી હતી.
આ દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ પરેશ પરમાર અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર વાઘડિયાને બાતમી મળી હતી કે આ કેસનો આરોપી રાજસ્થાનના ચુરું જિલ્લાના દદરેવા ગામના હોય. જેથી, એસઓજી પી.આઈ. જે. એમ. આલ અને સ્ટાફના રસિક કડીવાર, રમેશ રબારી, સતિષ ગરચર સહિતનાની ટિમ બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. અને વધુ તપાસ માટે ટંકારા પોલીસ મથક હવાલે કરેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide