ટંકારા બાર એસોસિયેશનના પ્રમુખ ઉપપ્રમુખ સેકેટરી સહિતના હોદેદારોની બિનહરીફ વરણી

0
162
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા કોર્ટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વખત ચુંટણી યોજાઈ નથી કાયદાના તજજ્ઞ સાથે મળીને સમરસ જાહેર કરી આપે છે.ટંકારા બાર એસોશિયેશનના પ્રમુખ તરીકે સંજય બી.ભાગિયા, ઉપપ્રમુખ તરીકે રાહુલ ડી. ડાંગર, સેકેટરી તરીકે અતુલ ત્રિવેદી, જોઈન્ટ સેક્રેટરી તરીકે મુકેશ વી.બારૈયા અને મહિલા રીપ્રેઝન્ટેટિવ તરીકે જોશના કે. ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો ઉપર વકીલો તરફથી અભિનંદનવર્ષા થઈ હતી. ટંકારા બાર એસોસીએશનની ચુંટણી ન કરવાની પરંપરા જાળવી રાખી સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.

ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં ટંકારા બાર એસોસિએશનના એડવોકેટ સંજય બી ભાગિયા પ્રમુખ પદે અને જોશીલા યુવા એડવોકેટ રાહુલ ડી ડાંગર ઉપ પ્રમુખ તરીકે અને અતુલ ડી ત્રિવેદી સેકેટરી તરીકે વરણી કરવામાં આવી હતી.

નવા હોદેદારોને ટંકારા બાર એસોસિયેશનના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા. ત્યારે હોદ્દેદારોએ પણ એડવોકેટ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે નવી ટીમ હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટંકારા કોર્ટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધી બાર એસોસીએશન દ્વારા કોઈપણ વખત ચુંટણી યોજાઈ નથી. આ પંથક જાણતા ધારાશાસ્ત્રી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/