ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠનના ઉપપ્રમુખ ગૌતમભાઈ વામજાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય કોરોના કહેર વચ્ચે જ્યારે લોકડાઉંનના કારણે ધંધા રોજગાર બંધ હતા તેમજ હાલ મંદ ગતિએ શરુ થયા છે છતાં લોકો હજી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહયા છે તો હાલ શાળા અને કોલેજમાં એડમીશન મેળવવાનો સમય ચાલી રહ્યો હોય ત્યારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ-કોલેજમાં પ્રવેશ ફી લેવામાં આવે છે ૨૦૦૦ થી શરુ કરીને શાળા કોલેજ અલગ અલગ પ્રવેશ ફી ઉઘરાવે છે
જોકે હાલની સ્થિતિમાં વાલીઓ આવી ફી ભરી શકવા સક્ષમ ના હોય જેથી હાલની સ્થિતિને ધ્યાને લઈને એક વર્ષ દાખલ ફી ન લેવા આદેશ કરીને લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થાય તે અંગે યોગ્ય પગલા ભરવાની માંગણી કરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide