રાહત : રવિવારે લેવાયેલા બે શંકાસ્પદ દર્દી સહિત 59 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ

0
21
/

શંકાસ્પદ લક્ષણો ધરાવતા મહેન્દ્રનગર 58 વર્ષના પુરુષનું આજે સવારે અવસાન થયું હતું તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ગઈકાલે રવિવારે બે શંકાસ્પદ દર્દી સહિત કુલ 59 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા હતા. જેમાં આ રિપોર્ટ આવે તે પહેલાં સારવારમાં રહેલા મહેન્દ્રનગરના આધેડનું અન્ય બીમારીના કારણે મૃત્યુ થયું હતું. જેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

ગઈકાલે રવિવારના દિવસે જિલ્લામાંથી 57 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત મોરબીના મહેન્દ્રનગરના 58 વર્ષના પુરુષ અને હળવદ જુના દેવળીયાના 65 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના પણ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી મહેન્દ્રનગરના આધેડનો રિપોર્ટ આવે તે પહેલાં જ આજે સવારે તેમનું અન્ય બીમારીના કારણે અવસાન થયું હતું. જોકે આ મૃતક આધેડ સહિત ગઈકાલ લેવયેલા તમામ લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/