રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક બનેલી સંતકૃપા હોટલ તંત્રની નજરે ચડી
ટંકારા : હાલ મોટાભાગે હાઇવે ઉપર સરકારી જમીનો કબ્જે કરી હોટલના હાટડા શરૂ કરાઇ છે ત્યારે ટંકારા મામલતદારે રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક સંતકૃપા હોટલ સરકારી ખરાબાની જગ્યામાં ઉભી કરાઈ હોવાનું ધ્યાને આવતા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર છતર ગામ નજીક સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર નંબર-૧૬૭ વાળી જમીનમા છતર ગામે રહેતા મનોજભાઇ રમણીકભાઇ અગ્રાવત તથા વિપુલભાઇ રમણીકભાઇ અગ્રાવતે સંતકૃપા હોટલ બનાવી આશરે ૨૬૦૦ ચો.મી. જમીનમા પાંચેક વર્ષથી દબાણ કરી ગેરકાયદેસર કબ્જો કરી આજદીન સુધી કબ્જો ચાલુ રાખ્યો હોવાનું મામલતદારના ધ્યાને આવ્યું હતું.જેને પગલે ટંકારા મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide