ટંકારા : ભુતકોટડા ગામે સરપંચ માટે ઉમેદવાર ન મળતા હવે ફક્ત સભ્યો માટે મતદાન થશે

0
65
/
/
/

ટંકારા: ગામ પંચાયતની ચૂંટણીમાં ટંકારા તાલુકાના 42 ગામ પંચાયત માથી સરપંચ માટે 98 ઉમેદવારો નોંધાયા હતા જેમાં ચકાસણી વખતે 1 ફોમ રદ થયુ હતું અને 31 ઉમેદવારે ગઈકાલે સરપંચ બનવાનું માડી વાળી ફોમ પરત ખેંચી લીધુ હતુ.

તો 20 ગામો જેવા કે હમીરપર,સખપર, જોધપર ઝાલા,ખાખરા, નેસડા, મહેન્દ્રપુર, મેઘપર, વાઘગઢ, મોટાખીજડિયા,ધ્રુવનગર-રાજાવડ અને કલ્યાણપર, હડમતીયા, દેવળીયા, ધ્રોલિયા, વિરવાવ, વાછકપર,ઉમિયાનગર, નેસડા (ખાનપર), ઘુનડા (ખાનપર) તથા લખધીરગઢ ગામોના સરપંચ અને સભ્યો સામે એક પણ ફોમ નહી આવતા એ ગામડા સમરસ જાહેર થયા હતા. તથા ટંકારાની ભૂતકોટડા ગ્રામ પંચાયત સમરસ પણ થઈ ન હતી અને સરપંચ માટે ઉમેદવાર પણ ન મળતા હવે ફક્ત ગ્રામ પંચાયતના સભ્યો માટે મતદાન કરવામાં આવશે. હવે બાકી રહેલા 22 ગામ પંચાયતના સરપંચ માટે 46 મુરતિયા મેદાનમાં છે અને સભ્યો માટે 248 હરીફો ચુંટણી લડી રહ્યાં છે. આજે નિશાનોની ફારવણી થશે અને મતદારોને રીઝવવા પ્રચાર બનશે વેગ વંતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner