ટંકારા પાસે મહિલાની કોથળામાં પેક કરેલી લાશ મળી !!

0
210
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] તાજેતરમા ટંકારા તાલુકાના સજનપર હડમતીયા રોડ ઉપર કોથળામાં પેક કરેલી અજાણી મહિલાની લાશ મળી આવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા કરી હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ લાશ કોહવાઈ ગયેલી હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ અંદાજે 35 થી 40 વર્ષની મહિલાની લાશ કોથળામાં પેક કરેલી હાલતમાં ટંકારાના સજ્જનપર હડમતીયા રોડ ઉપર આવેલ ખેતરની બાજુમાં પડેલી હોવાની જાણ ટંકારા પોલીસને કરતા પોલીસ અધિકારી એમ.જે. ધાંધલ, બીટ જમાદાર સિદ્દીકીભાઈ, બિપીનભાઈ સહિતના સ્ટાફ દોડી ગયા હતા અને લાશને ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા બાદ ફોરેન્સિક પિએમ માટે ખસેડવાની જરૂર લાગતા સરકારી ડોક્ટર દ્વારા જાણ કરી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયા દ્વારા નોધ લઈ ટંકારા પોલીસે રાજકોટ ફોરેન્સિક પિએમ માટે ખસેડી આ મહીલાની ઓળખ મેળવવા તથા શું બનાવ બન્યો છે અને આની હત્યા કરવામાં આવી છે કે કેમ? તે અંગે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ લાશ અંદાજે ત્રણ ચાર દિવસ પહેલાની હોય અને લાશ કોહવાઈ ગયેલી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મહિલાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/