ટંકારા : હાલ ટંકારાના નસીતપર ગામે થોડા દિવસો પહેલા ગુમ થયેલી પરિણીતાએ મૈત્રીકરાર કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની.તપાસ દરમિયાન આ પરિણીતા મૈત્રીકરાર કરનાર સાથે મળી આવ્યા બાદ તેણીએ પોલીસ સમક્ષ મૈત્રીકરાર કરનાર સાથે રહેવા માંગતી હોવાનું નિવેદન આપ્યું હતું.
આ બનાબની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના નસીતપર ગામે રહેતી નયનાબેન મહેશભાઇ સૈજા (ઉ.વ.૪૧) નામની પરિણીતા ગત તા.૮ સવારના દસ વાગ્યના અરસામા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ બનાવની ગુમસુદા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સઘન તપાસ ચલાવતા મોરબીના શનાળા રોડ મોટેશ્વર મહાદેવ મંદિર પાછળ જોધાણીની વાડી વિસ્તાર દેવરામભાઇ વિરજીભાઇ ચાવડાના રહેણાંક મકાનેથી આ ગુમ થયેલી પરિણીતા મળી આવી હતી અને તેણીએ પોલીસ સમક્ષ પરિણીતાને દેવરામભાઇ વીરજીભાઇ ચાવડા જાતે સતવારા રહે.મોરબી વાળા સાથે મૈત્રી કરાર હોય અને તેની સાથે જ રહેવા માંગતા હોય તેવું નિવેદન પણ નોંધાવ્યું હતું.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...