ટંકારા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમા 18 વર્ષના યુવાનનું મોત

0
347
/

ખાખી મંદિર પાસેની ઘટના : રોંગ સાઈડમાં આવતા બાઇકને ટ્રકે હડફેટે લેતા સર્જાયો અકસ્માત

ટંકારા : રાજકોટ- મોરબી રોડ પર ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે આજે બપોરના સુમારે રોંગ સાઈડમાં આવતા GJ 3 DQ 2783 નંબરના બાઇકને GJ-Y-5173 નંબરના ટ્રકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક ઉમીયા નગરના આશરે 18 વર્ષના આશાસ્પદ યુવાન હેપ્પી બોરસાણિયાનુ સારવાર દરમિયાન મોત નીપજેલ હતું.

અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. તેઓએ યુવાનને તાત્કાલિક ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયો હતો. બાદમાં યુવાનને વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરાયો હતો. પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા જ યુવાનનું મોત થયું હોય પરીવાર પર આભ તૂટી પડયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/