ટંકારાના વેપારી સંગઠનો દ્વારા દુકાનો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય

0
98
/

16 જુલાઈથી 31 જુલાઈ સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ખુલશે

ટંકારા : ટંકારાના વિવિધ વેપારી એસોસીએશન દ્વારા કોરોના મહામારીના વધતા ફેલાવા સામે સાવચેતીના પગલે આજે બેઠક બોલાવી હતી. જેમા આવતીકાલથી 31 જુલાઈ સુધી સ્વૈચ્છિક રીતે બપોરના 2 વાગ્યે દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કિરાણા, કટલેરી, સોનાચાંદી, ઈલેક્ટ્રોનિક, ઠંડાપીણા, મોબાઇલ, વાસણ, નાસ્તા, કંદોઈ સહિતની શહેરની તમામ દુકાનો બપોર સુધી જ ખુલ્લી રહેશે. બેઠકમાં પુર્વ સરપંચ કાનાભાઈ, વેપાર એસો.ના પ્રમુખ હસુભાઈ કટારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટંકારા મહીલા ફોજદાર એલ.બી. બગડાએ આ તકે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોનાની આફત સામે સૌ એક થઈ લડીએ. વેપારી સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને હિંમતપૂર્વક કોરોનાનો સામનો કરે તેવી ટકોર કરેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/