ટંકારા નજીક ટ્રક અચાનક સળગી ઉઠ્યો

0
65
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા કેબીન ખાખ : ફાયરબ્રિગેડે એક કલાકે આગ કાબુમાં લીધી

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક અશોક લેલન્ડ ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લગતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે એક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક રામદેવપીરના મંદિર સામે અશોક લેલન્ડ તર્ક નંબર જીજે-3-એએક્સ-5319 નંબરના ટ્રકમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા જ પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ મોરબી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગ કાબુમાં લીધી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/