હવે મોરબીમાં વેરો નહીં ભરનાર અસામીઓના નામ હોર્ડિંગમાં જાહેર કરાશે

0
93
/

અંતે વેરા વસુલાત માટે મોરબી પાલિકા તંત્ર જાગ્યું ખરું : નળજોડાણ કટ્ટ કરી નાખવાની પણ ચીફ ઓફિસરની ચીમકી

 

મોરબી : મોરબી નગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા માર્ચ માસ નજીક હોવા છતાં હજુ સુધી 75 ટકા જેટલો વેરો વસૂલવાનો બાકી હોય ચીફ ઓફિસર દ્વારા તમામ મિલકત ધારકોને પોતાના બાકી વેરા તાત્કાલિક ભરપાઈ કરી આપવા તાકીદ કરી છે અન્યથા શહેરના હોર્ડિંગ્સ ઉપર બાકીદારના નામ લખવાની સાથે નળ જોડાણ કટ્ટ કરવા પણ ચીમકી અપાઈ છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકા દ્વારા મહાવેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેથી નગરપાલિકા હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને બાકી વેરા તાત્કાલિક ભરી વિકાસ કાર્યોમાં સહકાર આપવા જણાવ્યું છે.વધુમાં જણાવ્યું છે કે જે આસામીઓએ તેમના બાકી વેરા લાંબા સમયથી ભરેલા નથી તેના નામ સરનામા સાથે નગરપાલિકામાં નામ જોગ જાહેર સ્થળોએ નામો પ્રસિદ્ધ કરવામાં આવશે.ઉપરાંત બાકીદારોના નામોની યાદી અખબારમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

  • આ ઉપરાંત જે તે મિલકત ધારકો દ્વારા માંગણા નોટિસ આપવા છતાં વેરો ચૂકવવા દરકાર નથી લેવાતી તેવા મોટા બાકીદાર અસામીઓના સ્થળ ઉપર ભૂગર્ભ ગટર અને પાણી જોડાણ કાપી નાખવામાં આવશે.જેની જાહેર જનતાએ નોંધ લેવી.
    [રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/