[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લામાં લૂંટ – ધાડ જેવા ગુન્હાને અંજામ આપી ટંકારા પોલીસ મથકની લોકઅપમાંથી નાસી જવાના ગુન્હામાં છેલ્લા 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાંથી ઝડપી લઈ ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથક તેમજ માળીયા પોલીસ મથક હેઠળ નોંધાયેલ લૂંટ અને ધાડના ગુન્હામાં અગાઉ પકડાયેલ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાનો વતની આરોપી નારજી કાનજી ડીંડોર 21 વર્ષ પહેલાં ટંકારા પોલીસ સ્ટેશનની લોકઅપમાંથી નાસી જતા પોલીસ લાંબા સમયથી આરોપીને શોધતી હતી. દરમિયાન મોરબી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોદને આરોપો નારજી કાનજી ડીંડોર મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં હોવાની બાતમી મળતા આરોપીને પકડી પાડી ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide