ગ્રામપંચાયતે તારીખ 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી
ટંકારા : ટંકારાના સજનપર ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તા. 9 થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જોકે, કરીયાણાની દુકાનો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 8 તેમજ ઘંટીનો સમય સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 સુધી ખુલી રાખવા છૂટ આપવામા આવી છે.
સજનપર ગ્રામ પંચાયત દ્વારા કોરોના કેસ વધતા દસ દિવસીય સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી લોકો દુકાને ખરીદી કરવા જાય તેમજ ઘરની બહાર નીકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને જવા, સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવું, ચાર કરતા વધુ વ્યક્તિએ ભેગા ન થવું. આ સિવાય કોઈપણ બહારથી આવતા ફેરિયા તેમજ અજાણી વ્યક્તિને ગામમા પ્રવેશ ઉપર પ્રતિબંધ કરવામા આવેલ છે. આ નિર્ણય સહમતીથી લેવાયો છે. ગામને કોરોના સંક્રમણથી બચાવવા આ સાથે જ પંચાયતના સરપંચશ્રી તેમજ સભ્યોએ ગ્રામજનોને સાથ સહકાર આપવા અપીલ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide