રોકડ રૂ. 4,100 કબ્જે કરાયા
ટંકારા : ટંકારા તાલુકામાં સરાયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 4,100 કબ્જે કરી છે.
ગત તા. 6ના રોજ ટંકારા પોલીસ દ્વારા સરાયા ગામમાં બસ સ્ટેન્ડ પાસે ઇલેકટ્રીક લાઇટના અજવાળે દુકાનની પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં ઇલેકટ્રીક લાઇટના અજવાળે બેસી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ રોકડ રકમ રૂ. 4,100 કબ્જે કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે આરોપીઓ રમેશભાઇ વેલજીભાઇ કોરીંગા, શામજીભાઇ નારણભાઇ ઢેઢી, અશોકભાઇ રવજીભાઇ ચૌહાણ, રમેશભાઇ ટપુભાઇ ઢેઢી તથા મુસ્તાકભાઇ અબુભાઇ વિકીયા સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide