મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં પહોંચવા માટે વૈકુંઠ રથ બનાવવાનો વિચાર આવ્યો હતો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના દુઃખમાં સહભાગી થવાના આશય સાથે આ અનોખો વૈકુંઠ રથ તૈયાર કર્યો છે.
ટંકારા તાલુકાના હડમતિયા ગામનુ મુક્તિધામ એટલે ઈન્દ્રલોકધામ સમું આકાર પામ્યું છે ત્યારે મુક્તિધામમાં ગામના જ મોરબીના ઉધોગપતિ રાણસરીયા કાંતિલાલ તરશીભાઈના પુત્રો પંકજભાઈ તેમજ સુમિતભાઈને વિચાર આવ્યો કે જીવતા જીવની તો અનેક સેવા થાય છે પરંતુ અંતિમયાત્રાની સેવા મહાન સેવા છે તેમ વિચારી પોતાના દાદીમાં સ્વ. સવિતાબેન તરશીભાઈ રાણસરીયાના સ્મરણાર્થે માદરે વતન હડમતિયા મુક્તિધામને સ્ટેનલેસ સ્ટીલ દ્વારા બનાવેલ “વૈકુંઠ રથ” અર્પણ કરવામાં આવ્યો હતો. વૈકુંઠ રથ (સબ વાહિની રથ ) જેમાં કોઈપણ સમાજના પરિવારમાં મૃત્યું થયું હોય ત્યારે શબને આ વૈકુંઠ રથની સવારીમાં મુક્તિધામના મેઈન ગેઈટ સુધી આદર સાથે પહોંચાડવામાં આવશે ત્યારબાદ ગેઈટથી પોતાના વ્હાલા સ્વજનને કાંધ આપવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide