ટંકારાનો બનાવ : ટ્રક ઉપરના કેબલ વાયરને ભૂલથી અડકી ગયા બાદ નીચે પટકાયેલા યુવાનનું મોત

0
54
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : તાજેતરમાં ટંકારાના નાના ખીજડીયા ગામથી અડધો કીમી દુર ઘુનડા ગામ તરફ મોટાખીજડીયા ગામ પાસે એક ટ્રક ઉપરથી પસાર થતા કેબલ વાયરને અડકી ગયા બાદ યુવાન ટ્રકમાંથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટ્રક નંબર GJ-12-AU-7544 વાળાના ચાલક ગત તા.૨૮ ના રોજ સાંજના સવા સાતેક વાગ્યાના સુમારે ટંકારાના નાના ખીજડીયા ગામથી અડધો કીમી દુર ઘુનડા ગામ તરફ મોટાખીજડીયા સીમ પાસેથી પોતાનો ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રકની બોરીઓ ઉપર રાખેલ પાટયુ કેબલ વાયર સાથે અડી જતા પાટીયાનો ધક્કો લાગતા આ ટ્રકમા પાછળ બેઠેલ ઝુંઝારામને લાગતા ચાલુ ટ્રકમાથી નીચે પડી જવાથી તેને માથામા પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જેઠારામ નરસીંહરામ માયલાએ આરોપી ટ્રક ચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી, ટંકારા પોલીસે આ બનાવ અંગે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/