ટંકારામાં કોરોના વોરિયર્સને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા

0
35
/

ટંકારા : વૈશ્ર્વિક મહામારી કોરોનાની પરિસ્થિતિમાં પરીવારની પરવાહ કર્યા વગર અન્ય લોકોને મદદરૂપ થતી સંસ્થાના સંચાલકો તેમજ પત્રકારો, અધિકારી અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવા માટે તેઓને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.

આજે ટંકારા તાલુકા પંચાયત ખાતે ટિ.ડી.ઓ. નાગાજણ તરખાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમા કોરોના વાઈરસને હરાવવા માટે રાતદિવસ કોઈપણ સ્વાર્થ વગર કામગીરી કરી જરૂરીયાતમંદ લોકોને મદદ કરનાર સંસ્થા, તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનપત્ર આપી તેઓની કામગીરી બિરદાવી હતી. આ તકે તાલુકા પંચાયતના સદસ્ય હોદેદારો અને અગ્રણીઓ હાજર રહેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/