ટંકારામાં મામલતદાર કચેરીના ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે ટંકારામાં મામલતદાર કચેરીમાં વરસાદ પડતાં જ કમ્પાઉન્ડમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે
તાજેતરના વરસાદમાં પણ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાયેલ. પરિણામે અરજદારોને ભારે મુશ્કેલી પડે છે. મામલતદાર કચેરી પાસે આવેલી આઈ.ટી.આઈ જવાનો રસ્તો પણ પાણીથી ભરાઈ ગયેલ. આજુબાજુ રહેતા સોવાર પ્લોટ ધારકો મકાનના તિલકનગરના રહેવાસીઓ પાણીના નિકાલના અભાવે ભારે હાલાકી ભોગવી રહેલ છે.ટંકારા ખાતે રાજકોટ મોરબી હાઇવે રોડ ની કામગીરી ચાલે છે પણ વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂરી થઈ નથી. પાઈપો નાખવામાં આવેલ છે તો જોઈન્ટ કરવામાં આવેલ નથી .અનેક જગ્યાએ પાઇપો તૂટી ગયેલ છે. પાઇપ લાઇનની કામગીરી પૂરી થઈ નથી. આગામી ભારે વરસાદમાં લોકો હેરાન ન થાય તે માટે પાણીના નિકાલ માટેની કામગીરી પૂરી કરવાની લોકોની પ્રબળ માગણી ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide