ટંકારા : ટંકારામાં ગઈકાલે એક સિક્યુરિટી ગાર્ડે પેટમાં કાચ ઘુસાડી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા મૃતકના આપઘાત કરવાનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું છે.
ટંકારાના ખીજડીયા રોડ પર રોયલ મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક ગામના વતની હીરાલાલ ઉમરાવસિંહ વર્મા (ઉ.વ. 32)ને તે જ કારખાનામાં કામ કરતી કોઇ છોકરી સાથે પ્રેમ સબંધ હતો. જે છોકરીએ કામે આવવાનું બંધ કરી દીધું હતું. જેથી, ગાર્ડ છેલ્લા બે દીવસથી વતનમા જવાનુ રટણ કરતો હતો. આ બાબતને લઈને લાગી આવતા રોયલ મેટલ ઇન્ડસ્ટ્રીઝની સીકયોરીટી ઓફીસ પાસે બારીનો કાચ તુટેલ હતો, જેનાથી પોતાની જાતે પોતાના પેટમા કાચથી ઘા મારી ઇજા કરી આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે નોંધ કરી ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide