તંત્રની બલિહારી: મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી

0
68
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર કાર ગટરમાં ખાબકી ગઈ હતી. આ બનાવના પગલે સ્થાનિકોમાં નગરપાલિકાની બેદરકારી સામે રોષની લાગણી ફેલાય છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના શહેરના મોટા ભાગના રોડ પર મસમોટા ખાડાઓ અને ખુલ્લી ગટરો જોવા મળે છે. આથી, આવા ખાડાઓ કે ગટરમાં વાહનો કે અબોલ જીવો પડી જતા હોય તેવા બનાવો અવારનવાર સામે આવે છે. ત્યારે ગઈકાલે આવી વધુ એક ઘટના બની હતી. મોરબીના વાવડી રોડ પર માધાપરના નાકા પાસે એક કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જો કે માલહાનિ કે જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આ ગટર પાસે નગરપાલિકા દ્વારા કોઈ આડશ મુકવામાં આવી નહતી. આથી, નગરપાલિકાની આવી બેદરકારીના લીધે અકસ્માતની સંભાવના રહેતી હોવાથી સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/