તાપીના સોનગઢના સિંગપુર ગામની સીમમાં ઘાસ કાપી રહેલા એક યુવાન પર ઓચિંતો દીપડાનો હુમલો

0
26
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સુરત-તાપી પંથકમાં સોનગઢના સિંગપુર ગામે સીમમાં ઘાસ કાપવા ગયેલ એક આદિવાસી યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવકને ઈજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગામમાં દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે.

વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

સોનગઢના સિંગપુર ગામે સીમમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો ફરતો દેખાતા ભયનો માહોલ ઉભો થયો છે. આ અંગે વન વિભાગમાં જાણ કરતા ગામ ખાતે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. ડુંગરી ફળિયામાં રહેતા દિનેશભાઇ ઇસરિયાભાઈ કોટવાળીયા ગામની સીમમાં આવેલ ઘાસચારો કાપવા ગયો હતો. આ જ સમયે નજીકની ઝાડીમાં સંતાયેલા એક કદાવર દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો. જોકે, બાદમાં બુમાબુમ થતા દીપડો નાસી ગયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત દિનેશ કોટવાળીયા ને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત યુવકને સોનગઢ કે વ્યારા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાના બદલે અન્ય દવાખાને કેમ લઈ જવામાં આવ્યો હતો. એ પણ શંકા પ્રેરતી બાબત છે. હાલમાં વન વિભાગનો સ્ટાફ સ્થળ પર તપાસમાં હોવાનું જાણવા મળ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/