તાપી : બાજીપુરામાં ATM તોડી 17 હજારની ચોરી, સદનસીબે મોટી રકમ બચી ગઈ

0
16
/

સુરત-તાપી પંથકમાં બાજીપુરા ખાતે ધ સુરત ડી.કો.બેંકનો એટીએમ તોડી રૂ.17000 ની ચોરી કરી એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. ચાદર ઓઢીને આવેલો શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જોકે, એટીએમમાં રહેલી મોટી રકમ બચી ગઈ હતી. હાલ પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બેંકના ક્લાર્કને એટીએમ તૂટેલી હાલતમાં મળ્યું

બાજીપુરા ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેંક બાજીપુરા શાખાની બાજુમાં એટીએમ આવેલ છે. આ એટીએમની સુરક્ષા માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવેલ નથી. દિવસ દરમિયાન શાખાના સિક્યુરિટીની દેખરેખ હેઠળ એટીએમ રહે છે પરંતુ રાત્રિના સમયે કોઈ સિક્યુરિટી ગાર્ડ એટીએમ હાજર રહેતા નથી. બેંકના કલાર્ક ધર્મેશભાઈ ગામીત બેંક પર આવતા એટીએમ તૂટેલું હોવાનું જણાતા ધર્મેશભાઈએ બેંકના મેનેજર ગણેશભાઈ રમણલાલ પટેલને ટેલિફોનિક જાણ કરી હતી. આ એટીએમ તોડી લૂંટ થયા અંગેની જાણ વાલોડ પોલીસ સ્ટેશન તથા બેંકના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. સુરત ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંકના એટીએમ મેનેજર પ્રશાંતભાઈ દેસાઈ બેંક પર આવતા પોલીસની હાજરીમાં એટીએમ ચેક કરવામાં આવ્યું હતું.

લોંખડના સળીયાથી એટીએમ તોડ્યું

મળતી માહિતી મુજબ એટીએમમાં વધુ રોકડ હોવા છતાં ચોરના હાથમાં એટીએમના પર્જ કેસેટમાંથી માત્ર 17000 ચોરી થયેલ હોવાનું બહાર આવ્યું હતું. ચોરે એટીએમમાં આવેલા સીસીટીવી કેમેરો પણ તોડી નાખ્યો હતો. જોકે, એટીએમના સીસીટીવી ફૂટેજ રેકોર્ડિંગ ચેક કરતા એટીએમમાંથી રાત્રિના સવા બાર વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચાદર ઓઢીને આવેલ અને એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરતો સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડ્યો હતો. દરમિયાન એટીએમનો સીસીટીવી કેમેરો પણ તોડી ચોર નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે ગણે કુમાર રમણલાલ પટેલ બેન્ક મેનેજર બાજીપુરાનાઓએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

ચોર સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયો

એટીએમમાં પ્રવેશ કરનાર ચોર સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડ્યો હતો, જેને કારણે ગુનો ઉકેલવાની શક્યતાઓ વધી છે. આ ચોર પકડાય તો અનેક એટીએમ તોડવાના ગુનાઓ ઉકેલાવાની શક્યતાઓ પણ રહેલી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/