બોરવેલમાં પડેલી યુવતી 33 કલાક બાદ જીંદગીની જંગ હારી

0
5
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

કચ્છ: હાલ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેને લઈને અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે એ 18 વર્ષની યુવતી ઇન્દિરા જિંગદીનો જંગ હારી ગઈ છે, તેના મોતથી અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. NDRF ના 30 જવાનો તેમજ BSF આર્મી અને ફાયર બ્રિગેડની ટીમ છેલ્લા 33 કલાક પછી રેસ્ક્યુમાં અવિરત જોડાયેલી હતી, પરંતુ અફસોસ કે તેનો જીવ બચી શક્યો નથી.

કચ્છના ભુજના કંઢેરાઇ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી યુવતી 33 કલાક બાદ જીદગીની જંગ હારી ગઇ છે.બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણા નામની યુવતીનું મોત થયું છે. રેસક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. NDRFની ટીમ દ્વારા ફરી મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૃતદેહ બોરવેલમાં ફુલાઇ જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી નથી.

નોંધનીય છે કે, હવે NDR, BSF આર્મી અને ફાયર બ્રિગેડ દ્વારા યુવતીના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી દીધી છે. વિગતો એવી પણ સામે આવી હતી કે, 24 કલાક વીતી ગયા બાદ યુવતીને બહાર નીકળવા માટે બસ 60 ફૂંટ જ અંતર બાકી રહ્યું હતું પણ રેસ્ક્યૂના સાધનો છટકી જતાં યુવતી ફરી નીચે પડી ગઈ છે. જેના કારણે પણ તેનું મોત થયું હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ઇન્દિરાના મોત થઈ અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/