પુલવામામાંના શહીદ જવાનોના પરીવારજનોને આર્થીક મદદ પહોચાડવા માટે મોરબીમાં જ ભવ્ય કાર્યક્રમ યોજાશેઃ બીટાસિંગ

0
205
/

પુલવામા થયેલા આંતકી હુમલામા શહિદ થયેલ જવાનોના પરીવારજનોને આર્થીક રીતે મદદરૂપ થવા માટે મોરબીના સિરામિક એસો. તેમજ અન્ય એસો. અને સંસ્થાઓ દ્વારા મોટી રકમ એકત્રીત કરવામાં આવી છે જે શહીદોના પરિવારજનોને હાથોહાથ આપવામાં આવશે અને તેના માટેનો ભવ્ય કાર્યક્રમ મોરબીમાં યોજાશે જેને સફળ બનાવવા માટે જ નહી પરંતુ દેશને સંદેશો આપવા માટે એટીએસની પ્રમુખ બિટ્ટાસિંગ પણ મોરબી સિરામિક એસો ને મદદ કરશે અને જ્યારે મોરબીમાં કાર્યક્રમ યોજાશે ત્યારે તેઓ પણ તેમા હાજર રહેશે તેવુ ગઇકાલે મોરબીમાં યોજાયેલ મિટીંગમાં નક્કી કરવામાં આવેલ છે

મોરબી સિરામીક એશોસીએસન હોલ ખાતે ગઇકાલે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટ(એટીએસ)ના પ્રમુખ એમ.એસ. બીટ્ટાસીંગની હાજરીમાં મિટીંગ યોજાઇ હતી જેમા મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, નિલેશભાઇ જેતપરીયા, કિશોરભાઇ ભાલોડીયા, કિરીટભાઇ ઓગણજા, ભાણજીભાઇ પટેલ, સુખદેવભાઇ પટેલ, મુકેશભાઇ કુંડારીયા, ઘનશ્યામસિંહ ઝાલા, કલોક એસો ના પ્રમુખ શશાંક દંગી, સહિતના ઉધોગકારો તેમજ મોરબીની શૈક્ષણીક સંસ્થાઓના સંચાલોક હાજર રહ્યા હતા આ મિટીંગમાં શહિદોના પરીવારોને લાવવા લઇ જવા તેમજ અન્ય વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે બિટ્ટાસિંગે આ કાર્યક્રમ દિલ્હીમાં યોજવાની વાત મુકી હતી જો કે, અહીના આગેવાનોએ મોરબીમાં ભવ્ય કાર્યક્રમ યોજવા માટેની તૈયારી દર્શાવી હતી જેથી વિકાસ અંગે આગામી દિવસોમાં જ્યારે પણ મોરબીના આંગણે શહીદ પરિવારોને આર્થિક મદદ પહોંચાડવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે તેમાં તમામ પ્રકારની મદદ કરવા માટેની તૈયારી દર્શાવી હતી

વધુમાં માહિતી આપતા સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાએ જણાવ્યું હતું કે ગઈકાલની મિટિંગમાં મોરબી ખાતે જ આગામી દિવસોમાં શહીદ જવાનોના પરિવારજનોને લઇ આવીને તેઓને માન સન્માન સાથે દેશને પણ સારો મેસેજ મળે તેવો ભવ્ય કાર્યક્રમ યોજવા માટેનું નક્કી કરવામાં આવ્યુ હતુ હવે આગામી દિવસોમાં મોરબીની સંસ્થાઓ સાથે મિટીંગ કરીને શહીદના પરિવારોને કેવી રીતે મોરબી લઇ આવવા અને કઈ જગ્યાએ કાર્યક્રમ તેમજ કયા સમયે કાર્યક્રમો યોજવો તે સહિતના મુદ્દાઓને ચર્ચા કરવામાં આવશે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/