મોરબી : મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેરમાં એક એક કેસ નોંધાયા બાદ સાંજે સાત વાગ્યે મોરબીમાં વધુ ચાર કેસ નોંધાયા છે. આ સાથે આજ ગુરુવારના કુલ નવા કેસ છ થયા છે. અને મોરબી જિલ્લાનો કોરોના પોઝિટિવ કેસનો આંકડો 156 પર પોહચ્યો છે.
મોરબીમાં સાંજે જાહેર થયેલા નવા ચાર કેસની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના શિવનગર (પંચાસર ગામ)માં રહેતા ભાવેશભાઈ પ્રેમજીભાઈ (ઉ.32) અને મોરબી શહેરના કાયાજી પ્લોટમાં રહેતા નિલેશભાઈ રમણિકભાઈ મહેતા (ઉ.51) તેમજ કાયાજી પ્લોટમાં જ રહેતા રમણિકભાઈ મોહનભાઇ તન્ના (ઉ.60) તથા મોરબી શહેરમાં જીઆઇડીસી સામે, શનાળા રોડ, અંકુર સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ વિઠ્ઠલદાસ ગંદા (ઉ.51)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે આજે સાંજે 6 વાગ્યા પેહલા હળવદના વાણીયા વાડમાં રહેતા મનસુખભાઈ પોપટભાઈ મુંજપરા (ઉ.65) અને વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા કોકિલાબેન કે. પરમાર (ઉ.60)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગુરુવારે મોરબી જિલ્લામાં કુલ 6 કેસ નવા નોંધાયા હતા. અને આ સાથે મોરબી જિલ્લાના કોરોના પોઝિટિવ કેસનો આંકડો 156 થઈ ગયો હતો. જ્યારે આજે 3 લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 156 કેસમાંથી 84 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 63 લોકો સાજા થતા રજા આપી દેવામાં આવી છે. અને 9 લોકોના મૃત્યુ થયા છે.
16 જુલાઈ, ગુરુવારે નોંધાયેલા નવા કોરોના કેસની યાદી
1) હળવદ શહેર, વાણીયાવાડ : મનસુખભાઈ પોપટભાઈ મુંજપરા (ઉ.65)
2) વાંકાનેર શહેર, અરૂણોદય સોસાયટી : કોકિલાબેન કે. પરમાર (ઉ.60)
3) મોરબી તાલુકો, શિવનગર (પંચાસર ગામ) : ભાવેશભાઈ પ્રેમજીભાઈ (ઉ.32)
4) મોરબી શહેર, કાયાજી પ્લોટ : નિલેશભાઈ રમણિકભાઈ મહેતા (ઉ.51)
5) મોરબી શહેર, કાયાજી પ્લોટ : રમણિકભાઈ મોહનભાઇ તન્ના (ઉ.60)
6) મોરબી શહેર, જીઆઇડીસી સામે, શનાળા રોડ, અંકુર સોસાયટી : ધર્મેશભાઈ વિઠ્ઠલદાસ ગંદા (ઉ.51)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide