મોરબી : સમગ્ર દેશમાં દર વર્ષે તા. ર૧ મે ના આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ દિવસ મનાવવાનું ગૃહ વિભાગ દ્વારા નક્કી કરાયું છે.
જેના ભાગ રૂપે તા. ર૧ મેના તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓ તેમજ જાહેર સંસ્થાઓમાં આતંકવાદ અને હિંસાનો પૂરી તાકાતથી વિરોધ કરવા માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તેમજ માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો અને વિઘટનકારી શક્તિઓ સામે લડવા માટે એકજુથ બનીને શપથ પણ લેવડાવવામાં આવે છે.
વિધટનકારી તત્વો સામે લોકોમાં જાગૃતિ આવે એવા હેતુ ૨૧ મેને આતંકવાદ વિરોધી દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગમાં પરિપત્ર અનુસંધાને આજરોજ મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર તેમજ મામલતદાર (ગ્રામ્ય) ડી.જે. જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાંત કચેરીના કોન્ફરન્સ હોલમાં સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે રીતે તમામ કર્મચારીઓને આતંકવાદ વિરોધ શપથ લેવડાવ્યા હતાં.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide