હળવદ હાઈ-વે પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

0
160
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી

હળવદ : હાલ હળવદ હાઈ-વે પર આજે સવારના ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતને પગલે હાઈ-વે પર એકાદ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરી મૃતક યુવાનની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ખારીવાડી વિસ્તારમાં રહેતા યશભાઈ જેન્તીભાઈ કણઝારીયા નામનો યુવાન પોતાનું બાઇક લઇને હળવદ-માળીયા હાઈ-વે પર આવેલ જૂની એસબીઆઈ બેન્ક પાસેથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ ધ્રાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલર ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો. જેથી ટ્રેલરનું ટાયર યુવાનના માથા પર ફરી વળતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/