સમુહ નહીં, સૌના ઘરે લગ્ન: સતવારા સમાજના 31 યુગલો આગામી ગુરુવારે પ્રભુતામાં પગલા માંડશે

0
70
/

કોરોના વાયરસના લીધે સમૂહમાં નહીં પરંતુ પોતપોતાના ઘરે લગ્ન પ્રસંગ યોજાશે

મોરબી : હાલ મોરબી સતવારા સમાજના સતવારા સહકાર મંડળ દ્વારા પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી છે. જેમાં કોરોના વાયરસના લીધે સમુહ નહીં પણ સૌના ઘરે લગ્ન યોજાશે.

મોરબીમા સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જગ્યાએ એકત્રીત ના થાય તે હેતુથી સમુહલગ્ન સમીતી તેમજ હોદેદારોએ નવતર અભિગમ અપનાવ્યો છે.જેમાં આ વર્ષે સૌને ઘરે સમુહલગ્નમાં ૩૧ નવદંપતી પોતપોતાના ઘરે પ્રભુતામાં પગલા માંડશે. જે લગ્નવિધી મહા સુદ નોમને તારીખ ૧૦-૨-૨૦૨૨ને ગુરુવારના રોજ સૌને ઘરે (પોતપોતાના ઘરે) લગ્નવિધી સંપન્ન થશે. આ સૌને ઘરે સમુહ લગ્નમાં દરેક દિકરીઓને કરીયાવરમાં લાકડાની શેટી તેમજ સોના, ચાંદીના ઘરેણા સાથે વાસણ અને જરૂરી ૧૦૨ વસ્તુઓ કરીયાવર દાનમાં આપવામાં આવશે. જે સતવારા સમાજના સૌ દાતાઓના સહયોગથી શક્ય બન્યુ છે.

જેમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ મુખ્યદાતાનું ગૌરવ “પરમાર બંધુ” એટલે કે દર્શનભાઇ દિલીપભાઇ પરમાર અને નિરવભાઇ દિલિપભાઇ પરમારે મેળવ્યુ છે. જેમા તેઓએ દરેક દિકરીઓને ગોદરેજના કબાટ દાન આપશે. જે તેમની લાડકી દિકરી “કુમારી ગૌતમી” દર્શનભાઇ પરમારના નામે આપે છે.

આ સાતમાં સૌને ઘેર સમુહ લગ્નને સફળ બનાવવા સમુહ લગ્ન સમિતી તેમજ કરીયાવર વ્યવસ્થાપન સમીતીએ ભારે જહેમત ઉઠાવેલ છે. જે માટે સમુહ લગ્ન સમિતી પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા, ઉપપ્રમુખ ધરમશીભાઇ હડિયલ, મંત્રી લાલજીભાઇ જાદવ, કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા, કન્વીનર વિજયભાઇ પરમાર, સહકન્વીનર પ્રભુદાસ ડાભી, સહકન્વીનર દિનેશભાઇ પરમાર, સહકન્વીનર દેવશીભાઇ ડાભી, કરીયાવર સમિતી કન્વીનર વિનોદભાઇ પરમાર એ સહયોગ આપ્યો હોવાનું હિતેશ સતવારાની યાદીમાં જણાવેલ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/