જાણો Spam Call and SMS Filter: ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય 1 મેથી સ્માર્ટફોન યુઝર્સને મોટી રાહત આપશે. ટ્રાય દ્વારા કોલિંગ અને એસએમએસ ને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ 1 મેથી થવા જઈ રહ્યો છે. આગામી મહિનાથી ફેક કોલ અને એસએમએસ થી યુઝર્સને છુટકારો મળી જશે. કારણ કે ટ્રાય એ ટેલીકોમ કંપનીઓને ખાસ ફિલ્ટરનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે. આ ફિલ્ટરનો ઉપયોગ કરવાથી ફેક કોલ અને મેસેજ પર કંટ્રોલ કરી શકાશે. તેથી સ્માર્ટફોન યુઝર્સને હવે ફેક કોલના કારણે વધારે પરેશાન નહીં થવું પડે.
ફેક કોલ અને મેસેજથી લોકોને મુક્તિ આપવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળું ફિલ્ટર ઉપયોગમાં લેવાશે. ટેલિકોમ કંપનીઓને આ અંગે આદેશ કરવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓએ એક 1 થી ફોન કોલ અને મેસેજ માટે આ સ્પેમ ફિલ્ટરનો ઉપયોગ કરવો પડશે. જેના કારણે યુઝર્સને સ્પેમ કોલ થી છુટકારો મળી જશે.
આ નવા ફિલ્ટર ના કારણે યુઝર્સ સરળતા થી જાણી શકશે કે કયો કોલ ફેક છે અને કયો મેસેજ સ્પામ છે. દિવસ દરમિયાન અનેક વખત ફેક કોલ પરેશાન કરે છે જેના કારણે ઘણી વખત સમસ્યા પણ થાય છે. હવે આવી સ્થિતિ મે 2023 થી સહન કરવી નહીં પડે.
ટ્રાય તરફથી ફેક કોલ અને મેસેજનો રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળા ફિલ્ટર નો ઉપયોગ કરવાનો આદેશ કરવામાં આવતા જ કેટલીક કંપનીએ તેનો ઉપયોગ શરૂ પણ કરી દીધો છે. જેમકે ટેલિકોમ કંપની એરટેલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફિલ્ટર નો ઉપયોગ શરૂ કરી દીધો છે અને આગામી મહિનામાં જીઓ પણ આ સર્વિસ શરૂ કરી દેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide