મોરબી : મોરબીના ત્રાજપર-ખારી નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.
મોરબી તાલુકાના ત્રાજપર-ખારીના રામકુવા પાસે સર્વીસ રોડ પરથી રવીભાઇ દીનેશભાઇ ઉર્ફે ટીનાભાઇ પારીખ (ઉ.વ.-26, ધંધ-મજુરી, રહે-મોરબી ગ્રીન ચોક, સાકળી શેરી, મોરબી)ને ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની 2 નંગ બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કી.રૂ. 1,700નો વિદેશી દારૂ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપી રવિ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની ધોરણસરની અટક કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide