ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે ગ્રામજનોની અંધશ્રદ્ધાના નિવારણ માટે ભારત જાણ વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે.
ટંકારામાં આવતીકાલે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-લોહી કાઢવું, રૂપિયાનો વરસાદ, જીભની આરપાર ત્રિશુલ નાખવું, નજરબંધી, અગ્નિનું આપોઆપ સળગવું વગેરે પાછળના વૈજ્ઞાનિક કારણો છાત્રો તેમજ ગ્રામજનોને શીખવવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં વિદ્યાલયના ટ્રસ્ટી માવજીભાઈ દલસાણીયા, મેહુલભાઈ કોરીંગા, આચાર્ય જીગ્નેશભાઈ ભાગીયા, ધવલભાઈ ભીમાણી, અમિતભાઇ કોરીંગા અને સમગ્ર સ્ટાફ હાજર રહેશે. કાર્યક્રમમાં ટંકારા ઉપરાંત જીવાપર, હરીપર, ભૂત કોટડા, જબલપુર, કલ્યાણપુરના ગ્રામજનો આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છેઆ કાર્યક્રમમાં જાથાના ઉમેશ રાવ કલાકાર, અંકલીશ ગોહિલ, રોમીત રાજદેવ, વિનુભાઈ ઉપાધ્યાય, નિર્ભય જોશી, રમેશ પરમાર, તુષાર રાવ તથા સ્થાનિક કાર્યકરો ભાગ લેશે. આ કાર્યક્રમમાં જાથાના ચેરમેન જયંત પંડ્યા ધારદાર વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગામના જાગૃત લોકોને આચાર્ય જીગ્નેશભાઈએ અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે 9825216689 પર સંપર્ક કરવા જણાવાયું છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide